H1 Title Text

09-03-2026

ગુજરાત રત્ન સન્માન

ઐતિહાસીક ગૌરવ

“ ગુજરાત રત્ન સન્માન “ 
માન. આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ ( માન. કેબીનેટ મંત્રીશ્રી ભારત સરકાર ) દ્વારા

9th March 2026 Monday -  New Delhi 

શ્રી લીલા મંગળ ચેરીટેબલ ટ્ર્સ્ટ અમદાવાદને સમાજસેવા ક્ષેત્રમા માત્ર એકજ વર્ષમા બે – બે પ્રતિષ્ઠિત સન્માન , પ્રથમ “ PRIDE OF NORTH GUJARAT “ માન. આદરણીય શ્રી હર્ષ સંઘવી સાહેબ ( નાયબ મુખ્યમંત્રી શ્રી ગુજરાત ) દ્વારા અને હવે બીજો  “ ગુજરાત રત્ન સન્માન ” માન. આદરણીય શ્રી સી.આર. પાટીલ સાહેબ ( માન. કેબીનેટ મંત્રી ભારત સરકાર ) દ્વારા

જે કામ કરે છે એની નોધ અવશ્ય લેવાય છે . પ્રમાણીક રીતે , નિષ્ઠાપુર્વક ,  ઈમાનદારીથી અને સ્વાર્થરહીત સારા અને સમાજલક્ષી સાચા કામોની નોધ ભગવાન દરેક  જગ્યાએ લેવડાવે છે. ધૈર્ય , કૌશલ , દક્ષતા- દુરદર્શિતા , નિરંતરતા , અને આત્મવિશ્વાસ એ રંગો છે જે કોઈ સફળ વ્યકિતના જીવનમા દેખાય છે , અને એનાથી બીજા લોકોને પ્રેરણા માટે તૈયાર કરે છે.

ભારતનુ સૌથી પ્રસિધ્ધ અને લોકપ્રીય અને સન્માનીય  દિવ્ય ભાસ્કર ગ્રુપ દ્વારા નવી દીલ્હી ખાતે  “ ગુજરાતના શ્રેષ્ઠ રત્ન  સન્માન “  માટે  “ ગુજરાત રત્ન એવોર્ડ  “ નુ ભવ્ય અને અદભુત  આયોજન દીલ્હી ખાતે  કરવામા આવેલ જેમા  ગુજરાતના અલગ અલગ ક્ષેત્રે વિશિષ્ટ સિધ્ધીઓ મેળવનારાઓ અને વિકાસ અને પરિવર્તનશીલ કામ કરનારાઓ વિશિષ્ટ પ્રતિભાઓ ગુજરાતના રત્નોનુ સન્માન  માન. શ્રી સી.આર. પાટીલ સાહેબ (માન.કેબીનેટ મંત્રી ભારત સરકાર ) દ્વારા કરવામા આવેલ હતુ . જેમા નામાકિંત નેતાઓ,   ઉઘોગ સાહસીકો અને મીડીયા ગ્રુપોના પ્રસિધ્ધ વ્યકિતિ વિશેષો અને મોટા સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. 

 શ્રી લીલા મંગળ ચેરીટેબલ ટ્ર્સ્ટને સામાજીક સેવા ક્ષેત્રમા ગુજરાત રત્ન એવોર્ડ એનાયત થતા અમે આ  એવોર્ડ માટે અમે અમારા  સમાજનો , મારા માતા પિતા , મારા ખાસ મિત્રો શ્રી મહેશભાઈ ત્રીપાઠી વિ.. અને  દીવ્ય ભાસ્કર ગ્રુપનો    તથા ખાસ કરીને વિશેષ રૂપથી માન. શ્રી સી.આર. પાટીલ સાહેબ (માન.કેબીનેટ મંત્રી ભારત સરકાર ) શ્રીનો ખુબ ખુબ આભાર માનુ છુ.  

આભાર 
સુરજ પટણી 
પોલીસ ઈન્સપેકટર