H1 Title Text

07-11-2025

ઉત્તર ગુજરાતનું ગૌરવ: સમાજસેવા ક્ષેત્રે માનનીય હર્ષ સંઘવી સાહેબના હસ્તે “PRIDE OF NORTH GUJARAT AWARD” થી વિશેષ સન્માન

અમદાવાદ: ઉત્તર ગુજરાતના ઉત્કૃષ્ટ સેવા કાર્યોને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશથી આયોજિત વિશેષ સન્માન સમારોહમાં સમાજસેવાના ક્ષેત્રે નોંધપાત્ર યોગદાન બદલ પ્રતિષ્ઠિત વ્યક્તિને માનનીય શ્રી હર્ષ સંઘવી સાહેબ (નાયબ મુખ્યમંત્રી, ગુજરાત સરકાર)ના હસ્તે “PRIDE OF NORTH GUJARAT AWARD”થી નવાજવામાં આવ્યા.

આ કાર્યક્રમને Ahmedabad Mirror, નવગુજરાત સમાચાર અને શ્રી સુમિતભાઈ ગુપ્તાના સહયોગથી ભવ્ય રીતે આયોજિત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા મહાનુભાવોમાં માનનીય ડો. પ્રધ્યુમન વાજા સાહેબ (કેબિનેટ મંત્રી – સામાજિક ન્યાય અધિકારિતા તથા શિક્ષણ વિભાગ) અને માનનીય શ્રી કૌશિકભાઈ વેકરિયા સાહેબ (મંત્રી – કાયદા અને ન્યાયતંત્ર, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ તથા સંસદીય બાબતો) સહિત ઉદ્યોગજગત, મીડિયા અને સમાજના અનેક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

ખાસ નોંધનીય બાબત એ છે કે દેવીપુજક સમાજના બાળકોના શિક્ષણ અને ભવિષ્ય ઘડતરમાં મહત્વની ભૂમિકા ભજવતી શ્રી લીલા મંગળ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ અને પાટણ ખાતે બે આધુનિક (હાઈટેક) લાઈબ્રેરીઓની સ્થાપના કરવામાં આવી છે. આ લાઈબ્રેરીઓ દ્વારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન, કોચિંગ સુવિધા અને આધુનિક અભ્યાસ સાધનો ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આ ઐતિહાસિક સેવાકાર્ય બદલ સંસ્થાને આ વિશેષ એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.

આ સન્માનને લઈને સંસ્થાના પ્રતિનિધિઓએ આનંદ વ્યક્ત કરતા કહ્યું કે, “આ એવોર્ડ સમગ્ર ઉત્તર ગુજરાત માટે ગૌરવની બાબત છે અને આવનાર સમયમાં સમાજસેવા ક્ષેત્રે વધુ કાર્ય કરવાની પ્રેરણા આપનાર છે.”